19 Mar 2020

બચપણ ની યાદ પિતાજી સાથે...

આજે મારા બાળપણ ની યાદ તાજા થઈ ગઈ
મારી માં મમ્મી ને હૃદય ની બીમારી ના લીધે ક્યારેક વધારે બીમાર હોય અને જમવાનું બનાવવા સક્ષમ ના હોય અમે ભાઈ બહેનો નાના એ દિવસો માં મારા પિતાજી અમારી માટે જમવા નું  બનાવતા અને પિતા ના હાથે બનાવેલ રોટલા જમતા . પછી તો મારી બહેનો મોટી થઈ ગઈ તો બહેનો જ જમવા નું બનાવતા..
     આજે વર્ષો બાદ આજે પિતાજી ના હાથે બનાવેલ રોટલા જમ્યો મારુ બચપણ તાજું થઈ ગયું. મારા મમ્મી નું મૃત્યુ થયા ને 4 વર્ષ વીતી ગયા હું ને મારો નાનો ભાઈ  બને પરણિત છીએ એટલે  જમવા નું બનાવા નો અમારે કે પિતાજી નો વારો ના આવે અને સંયુક્ત કુટુંબ રહીએ છીએ અને બહેનો એમના  સાસરી માં રહે છે 
     પણ અત્યારે નાનો ભાઈ એનો પરિવાર અને પિતાજી  સાથે  ગામડે રહે છે અને હું શહેર માં રહુ છું આજે ઘણો સમય થયો ગામડે જવા નું થયું સંજોગો વસાત ભાઈ અને એનો પરિવાર અત્યારે જીરું વઢવા ની સિઝન ચાલે છે તો અમારા ખેતર થી 5 કિમિ દૂર મારા નાના કાકા ખેતી કરે છે અને ત્યાં રહે છે તો મારો ભાઈ ની બંને જણ એમને ત્યાં ગયેલ જીરું વઢાવા તો આજે કાકી ની તબિયત સારી નતી તો એમને ત્યાં રોકાઈ ગયા તો હું ને પિતાજી બને ઘરે હતા તો મેં વિચાર્યું કે આજ આપણો વારો છે . તો પિતાજીએ વાત કરી  કે તું બેસ હું જમવા નું બનાવી દઉં આમ પણ પિતાજી ના હાથે બનાવેલ ખાધા ને વર્ષો થઈ ગયા તો  મને પણ બહુ ખુશી હતી કે આજે પિતા ના હાથે બનાવેલ જમવું  છે અને થોડીજ વાર માં બાજરી ના રોટલા અને ખેતર વાડી માંથી શાકભાજી વીણી લાવી સરસ માજા નું શાક બનાવ્યું અને સાથે બેસી ને જમ્યા . આજ ખરેખર હું વર્ષો પહેલા નો બાળક બની પિતા સામે બેસી ને ખાતો હોઉં એવી ફાઈલિંગ આવી.

      ઊંઘ તો બચપણ માં આવતી અત્યારે તો  થકી ને ઊંઘી એ છીએ. પણ આજ હું એટલો ખુશ છું કે કોઈ થાક નથી બચપણ માં ઊંઘી જતો એમ ઊંઘ ચડી છે અને બહુ આરામ થી નીંદર આવશે કેમ કે આજ 20/25 વર્ષ   પછી મારા પિતાએ બનાવી ને જમાડયો છે.
    આજ સુધી લેખકો કવિઓ એ હંમેશા માતા ના જ ગુણ ગાન ગાવ્યા છે અને માં  તે માં  માં વિના નો પરિવાર અસવાર વિના ના ગાડા જેવો લાગે . પણ મેં માં સાથે પિતાજી ની આપણી જિંદગી માં સુ મહત્વ રહ્યું છે એ મેં મારી પ્રથમ પુસ્તક "સ્મરણો ની દબાડી માં થી માનવ મન "  નામની મારી પુસ્તક માં લખ્યું છે 'પિતા' એ કોઈ શબ્દ માત્ર શબ્દ નથી ...જવાબદારી છે, એક જીવન છે, પ્રેમ માં પરિવાર માટે પોતાનું બધું જ -ઈચ્છા , શોખ , આંકશાઓને ત્યાગ
કરવાનું એક જીવન છે..

પિતા એક એવું પાત્ર છે આપણા સમાજવ્યવસ્થાનું જેની અવગણના ખૂબ થઈ છે..જોઈએ તેટલું મહત્વ નથી અપાયું..
પિતા આખા જીવન દરમિયાન દુનિયાના ઘા સહે પણ પરિવાર માટે ઢાલ ની જેમ બની ને ખીલેલા ફૂલ જેવો આનંદમાં છે ..એમ હંમેશા ભેગ ધરે..

સૌથી કપરી પરિસ્થિતિ એક પિતા માટે દીકરો 21 વર્ષનો થાય ત્યારે હોઈ કારણકે પિતા પુત્ર વચ્ચે વિચારો ની વિરોધાભાસ દેખાવા લાગે..એ સામન્ય પણ છે જનરેશન ગપને લીધે...પણ અમુક સ્થિતિમાં પિતા હવે જૂની પેઢીના થઈ ગયા હોય એવું અનુભવે પણ કાઈ કરી ન શકે..થોડો પ્રયત્ન કરે સેટ થવાનો પણ 21મી સદી ના દીકરા જેટલી ગતિ તો ન જ પકડી શકે..આવા સમયમાં યુવાનોને ખાસ અપીલ કે તમારો થોડો સમય કે પ્રેમ એમને આપો એટલે પિતાને એનું સર્વસ્વ જીવન સાર્થક લાગે ..બાકી તમે કરોડ કમાઈને આપશો તોય એના માટે એ રાખ બરાબર હશે..અમુક પ્રેમ ને તમારે અભિવ્યક્તિ આપવી જોઈએ જેથી પિતાને નવું જીવન મળવાનો અહેસાસ થાય..

ગમે તેવો કઠોર દિલનો પિતા કેમ ન હોઈ , જે જીવનની કોઈ પણ મુસીબતમાં રડ્યો ના હોઈ એ દીકરીની વિદાઈ માં આંસુ રોકી જ ન શકે..આ પ્રેમ સમજવો અઘરો છે... એટલે જ કદાચ આ પાત્ર ની અવગણના થઈ છે...

અંતમાં એટલુ જ કે,તમે જેવા છો સારા , ખરાબ પણ તમારા પિતા માટે તમે જ હીરો છો અને તમે જ તમારા પિતાની આખી જિંદગીની મૂડી..
🌹🌹🌹🌹Love you પાપા love you મમ્મી🌹🌹🌹

1 comment:

Right To Teach said...

ખૂબ જ સરસ અને હદય શપર્શી પોષ્ટ