13 Aug 2022

Robin Hood

              હું ફેસબુકની દુનિયામાં નવો હતો. એટલે જ્યારે પણ કંઈક લખતો ત્યારે નાના બાળકની જેમ ખુશ થઈ જતો. કારણ કે એ જમાનામાં મોબાઈલ પર લખવું બહુ મુશ્કેલ હતું. ચાર લીટી લખતા ચાર કલાક લાગ્તા.

તેથી ઉમેરેલા સો અને પચાસ મિત્રોમાંથી મોટાભાગનાને તો ટેગ કરતો હતો. મોટાભાગના હેરાન થતા હતા અને કહેતા હતા કે જો હું તમને ફરીથી ટેગ કરીશ તો હું તમને અનફ્રેન્ડ કરીશ.
હવે તેઓ મોટા લોકો હતા, જાણીતા લેખકો હતા, તેથી તેમના માટે ગુસ્સો આવે તે સ્વાભાવિક હતું. મેં ટેગ કરવાનું બંધ કર્યું અને તે બધાને ફ્રેન્ડલિસ્ટમાંથી બહાર કાઢ્યા. કારણ કે હું ફેસબુક પર શીખવા નહિ,શીખવવા આવ્યો છું.
પછી મેં નક્કી કર્યું કે હવે હું એક મહાન લેખક તરીકે ઓળખાઈસ. તો મેં મોટા લેખો લખવાનું શરૂ કર્યું. ભલે એ લેખો મને ન સમજાય, પણ ઈચ્છા હતી કે મારે મોટો લેખ લખવો છે. મારું માનવું હતું કે લેખ જેટલો મોટો હશે તેટલો સારો હું લેખક કહેવાઈશ.
પણ મારી ધારણા ના અંતિમ સંસ્કાર આપયું એ બુદ્ધડાઓએ કે જેઓ છોકરીઓના નામે આઈડી બનાવીને વન-લાઈનર પોસ્ટ લખે છે, "હું કેવી લાગી રહી છું?"
એ પોસ્ટ પર લાખો પતંગિયાઓ તૂટી પડે છે અને મારા લાંબા-પહોળા લેખ પર બે-ચાર જણ દયાથી લાઈક્સ કરતા હતા.
પછી મેં મહાન લેખકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તો જાણવા મળ્યું કે તે લોકો બીજાની પોસ્ટ પર બહુ ઓછી લાઈક્સ અને કોમેન્ટ કરે છે.
મેં એમના કરતા મોટો લેખક બનવાનું નક્કી કર્યું અને મેં પણ બીજાઓની પોસ્ટને લાઈક અને કોમેન્ટ કરવાનું બંધ કરી દીધું.
અને પછી એક મહાન લેખક બન્યો, જેમાં ગાળો વધારે પડે છે સાલું એ સમજાતું નથી .થાય છે શું ,??????




6 Aug 2021

प्रतीक्षा

 




#अपनाप #प्रतीक्षा

क्या आपने कभी किसी सुनसान, अंधेरे जंगल में भटक कर देखा है ?

नहीं देखा है, तो अपने ही शहर के किसी अनजान सड़क पर ऐसे समय यात्रा करिए, जब कोई न हो आप बिलकुल अकेले हों और आपको पता ही न हो कि वह सड़क जाती किधर है ?

उस समय जो आपकी मानसिक स्थिति होगी, वही मेरी रहती है हमेशा। क्योंकि मैं उस अंजान यात्रा पर हूँ, जिसका कोई रेडीमेड मार्ग नहीं है। जहां कोई साथी नहीं, जहां कोई ऐसा व्यक्ति नहीं, जो आपको हिम्मत बंधाए। 

जितने भी चैतन्य हुए हैं अब तक, उन सभी को ऐसी ही अपरिचित, सूनसान, अंधेरी भूल-भुलईय्या से गुजरना पड़ा है, तब जाकर उन्होंने वह जाना जो बनी बनाई सड़क या पटरी पर चलने वाले कभी नहीं जान पाये। 



कई बार टूट जाता हूँ, कई बार हिम्मत हार बैठता हूँ, लेकिन फिर भीतर से ही कोई आवाज देता है, चलते जाओ जो होगा देखा जाएगा। वैसे लौटे भी तो वह सब कुछ नहीं मिलने वाला, जो अब छूट चुका है। न ही कोई पीछे बैठा है तुम्हारी प्रतीक्षा में कि लौट कर आओगे तो गले लगा लेगा। इसलिए बस चलते जाओ, इसके सिवाय और कोई विकल्प नहीं। 

#भरत_पारेगी

20 Oct 2020

જડા હક્ડો કચ્છી વસે ઉડાં ડિયાણી કચ્છ

 *જડા હક્ડો કચ્છી વસે ઉડાં ડિયાણી કચ્છ*


બોસ આપણે જાડા ભમ્મ થઈ જવા ના. પાછા બકાસુર ની જેમ  જે કોઈ જેટલું આપે એ જાપટી જાઉં અહીં ની હવા માજ કૈક છે સાચ્ચે. આખો વખત ખાધા જ કરું છું. 

 હા હમણાં કચ્છ માં વિઝીટ માં ગયા અમે આ 3 મિત્રો અને હા હું જેને ભૂખડ કેતો એની સરખામણી માં હું બહુ ઝાપટું બહાર નું  

પણ મને એવું લાગે કચ્છ ની હવા માં કૈક છે ....  

‘લોહીના પાણીનો આ તો મુલક,

કમ મળે ‘ખળખળ’, વધુ ધખધખ મળે.’

     6 વાગ્યા નો ટાઈમ એ ભચાઉ પહોંચ્યા અને અમારા ખાસ મિત્ર હમીરદાન ભાઈ ગઢવી ને યાદ કર્યા એમની મેડિકલ મુલાકાત લીધી અને મને તરત યાદ આવ્યું મોગલધામ સાંજ નો ટાઈમ ત્યાં બહુ સરસ સુંદર વાતાવરણ અને આરતી ના ટાઇમ સુંદર મજા નું  મ્યુઝિક વાગે એવું લાગે કે કઈ બીજા  પરદેશ માં આવી ગયા હોઈએ  અને એ વાત 100 % ની છે કે હું જ્યારે કચ્છ માં જાઉં તો અવશ્ય મોગલધામ કબ્રાઉ ની મુલાકાત લઉ છું. હું કોઈ આસ્થા કે અંધશ્રદ્ધા  માં નથી માનતો પણ મને મોગલધામ કબ્રાઉ કેમ શ્રદ્ધા છે ?  તો જણાવી દઉં કે તમે ક્યારેક જાઓ તો પ્રથમ પ્રવેશથી  માંડી મેં મંદિર અને પ્રાગણ માં બોર્ડ મારેલા જોવા મળશે અને એ બોર્ડ પરથીજ તમને એ ધામ પર શ્રદ્ધા થશે ..... "  મંદિર માં કોઈએ પૈસા મુકવા નહીં પૈસા મુકવા એ મહા પાપ છે "   અહીં ગુજરાત ના અન્ય સ્થળ પરથી શ્રદ્ધાળુઓ  ભવિકો આવે છે ખાસ વાત એ છે કે હાલ માં ગામડે જાઓ કે શહેર માં દેશભર ના તમામ મંદિરે  દાન પેટી ફરજીયાત  બની ગઈ છે.  અને મંદિર એક ધંધો બની ગયો છે. પરંતુ આજ સુધી ની યાત્રા માં આ એક એવું મણિધર મોગલધામ એવું છે કે જ્યાં દાન પેટી તો રાખવા માં નથી આવી. ઉલટા ના બોર્ડ લગાવ્યા છે કે કોઈ શ્રધ્ધાળુ ઓ એ અહીં એક પણ રૂપિયો મુકવો નહીં પૈસા મુકવા એ મહા પાપ છે . આવું સરસ મજા નું ધામ છે . અહીં પૂજા કરતા સામંતભા ગઢવી એમની મારી પ્રથમ મુલાકાત ભચાઉ ખાતે મારા સેન્ટર ના ઓપનિંગ માં આવેલ  ત્યાર થી  હું જ્યારે  ભચાઉ પહોંચું એટલે  અવશ્ય મોગલધામ જવા નું ભૂલતો નથી .

 આભેથી જળ નહીં, આફત વરસે કાયમ

                     ધરતીની ધ્રુજાવે છાતી,

           અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ

                   જીવે છે સાચો ગુજરાતી;

 મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, 

                    કચ્છડો તો બારેમાસ.

             કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

      અને હા  શરૂઆત ના મુદ્દા પર આવીએ તો ભૂખ બહુ  લાગવા નો મુખ્ય શ્રેય હું આ સાંમખિયાળી ની ચામુંડા હોટલ ને આપું છું સુંદર મજાનું ભોજન બનાવે છે. કચ્છ માં ધામા નાખતા પેલા ચામુંડા હોટલ માં જમવા નું ક્યારેય ભૂલતો નથી એટલી સુંદરતા અને સરસ મજા નું ભોજન ક્યારેક મિત્રો આ બાજુ જવા નું થાય તો અવશ્ય ત્યાં જમજો તમને અહીં જમવા ની આદત પડી જશે .....ક્રમશ


                             ............................... 

ભરત પારેગી