*જડા હક્ડો કચ્છી વસે ઉડાં ડિયાણી કચ્છ*
બોસ આપણે જાડા ભમ્મ થઈ જવા ના. પાછા બકાસુર ની જેમ જે કોઈ જેટલું આપે એ જાપટી જાઉં અહીં ની હવા માજ કૈક છે સાચ્ચે. આખો વખત ખાધા જ કરું છું.
હા હમણાં કચ્છ માં વિઝીટ માં ગયા અમે આ 3 મિત્રો અને હા હું જેને ભૂખડ કેતો એની સરખામણી માં હું બહુ ઝાપટું બહાર નું
પણ મને એવું લાગે કચ્છ ની હવા માં કૈક છે ....
‘લોહીના પાણીનો આ તો મુલક,
કમ મળે ‘ખળખળ’, વધુ ધખધખ મળે.’
6 વાગ્યા નો ટાઈમ એ ભચાઉ પહોંચ્યા અને અમારા ખાસ મિત્ર હમીરદાન ભાઈ ગઢવી ને યાદ કર્યા એમની મેડિકલ મુલાકાત લીધી અને મને તરત યાદ આવ્યું મોગલધામ સાંજ નો ટાઈમ ત્યાં બહુ સરસ સુંદર વાતાવરણ અને આરતી ના ટાઇમ સુંદર મજા નું મ્યુઝિક વાગે એવું લાગે કે કઈ બીજા પરદેશ માં આવી ગયા હોઈએ અને એ વાત 100 % ની છે કે હું જ્યારે કચ્છ માં જાઉં તો અવશ્ય મોગલધામ કબ્રાઉ ની મુલાકાત લઉ છું. હું કોઈ આસ્થા કે અંધશ્રદ્ધા માં નથી માનતો પણ મને મોગલધામ કબ્રાઉ કેમ શ્રદ્ધા છે ? તો જણાવી દઉં કે તમે ક્યારેક જાઓ તો પ્રથમ પ્રવેશથી માંડી મેં મંદિર અને પ્રાગણ માં બોર્ડ મારેલા જોવા મળશે અને એ બોર્ડ પરથીજ તમને એ ધામ પર શ્રદ્ધા થશે ..... " મંદિર માં કોઈએ પૈસા મુકવા નહીં પૈસા મુકવા એ મહા પાપ છે " અહીં ગુજરાત ના અન્ય સ્થળ પરથી શ્રદ્ધાળુઓ ભવિકો આવે છે ખાસ વાત એ છે કે હાલ માં ગામડે જાઓ કે શહેર માં દેશભર ના તમામ મંદિરે દાન પેટી ફરજીયાત બની ગઈ છે. અને મંદિર એક ધંધો બની ગયો છે. પરંતુ આજ સુધી ની યાત્રા માં આ એક એવું મણિધર મોગલધામ એવું છે કે જ્યાં દાન પેટી તો રાખવા માં નથી આવી. ઉલટા ના બોર્ડ લગાવ્યા છે કે કોઈ શ્રધ્ધાળુ ઓ એ અહીં એક પણ રૂપિયો મુકવો નહીં પૈસા મુકવા એ મહા પાપ છે . આવું સરસ મજા નું ધામ છે . અહીં પૂજા કરતા સામંતભા ગઢવી એમની મારી પ્રથમ મુલાકાત ભચાઉ ખાતે મારા સેન્ટર ના ઓપનિંગ માં આવેલ ત્યાર થી હું જ્યારે ભચાઉ પહોંચું એટલે અવશ્ય મોગલધામ જવા નું ભૂલતો નથી .
આભેથી જળ નહીં, આફત વરસે કાયમ
ધરતીની ધ્રુજાવે છાતી,
અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ
જીવે છે સાચો ગુજરાતી;
કચ્છડો તો બારેમાસ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?
અને હા શરૂઆત ના મુદ્દા પર આવીએ તો ભૂખ બહુ લાગવા નો મુખ્ય શ્રેય હું આ સાંમખિયાળી ની ચામુંડા હોટલ ને આપું છું સુંદર મજાનું ભોજન બનાવે છે. કચ્છ માં ધામા નાખતા પેલા ચામુંડા હોટલ માં જમવા નું ક્યારેય ભૂલતો નથી એટલી સુંદરતા અને સરસ મજા નું ભોજન ક્યારેક મિત્રો આ બાજુ જવા નું થાય તો અવશ્ય ત્યાં જમજો તમને અહીં જમવા ની આદત પડી જશે .....ક્રમશ
...............................
ભરત પારેગી



No comments:
Post a Comment