4 Mar 2014

ચલણી નોટો હવે ચાલશે

2005 પહેલાંની ચલણી નોટો હવે ચાલશે 1 જાન્યુઆરી, 2015 સુધી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા 22 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે 31 માર્ચ, 2014 પછી 2005 પહેલાં ચલણમાં મુકાયેલી બધી ચલણી નોટો પાછી ખેંચી લેવામાં આવશે. એ સમયે આરબીઆઈની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે '1 એપ્રિલથી જાહેર જનતાને પાછી ખેંચી લેવાઈ હોય એવી તમામ ચલણી નોટો તમામ બેન્કો બદલી આપશે. વ્યક્તિ બેન્કની ખાતેદાર હોય કે ન હોય પણ તેને આ ચલણી નોટો બદલી આપવાની બેન્કની જવાબદારી રહેશે. બીજી કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.' જોકે આજે જાહેરાત કરવામાં આવી છે કે 2005 પહેલાંની ચલણી નોટો બદલાવવાની ડેડલાઇનમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે આ નોટો 1 જાન્યુઆરી, 2015 સુધી અમલમાં રહેશે.

રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે લોકો બહુ સહેલાઈથી આવી ચલણી નોટોને ઓળખી શકશે કારણ કે 2005 પહેલાં ચલણમાં મુકાયેલી નોટોમાં પાછળની તરફ એના ક્યા વર્ષમાં પ્રિન્ટ કરવામાં આવી છે એની કોઈ જ માહિતી નહીં હોય.

આ વ્યવસ્થા વિશે વધારે માહિતી આપતા આરબીઆઈએ જાહેર કર્યું છે કે 1 જુલાઈ, 2014થી બેન્કમાં ખાતેદાર ન હોય એવી કોઈ વ્યક્તિ 500 રૂપિયા કે 1000 રૂપિયાની 10 કરતા વધારે ચલણી નોટ બદલવા ઇચ્છતી હશે તો તેણે તે જે બેન્કની બ્રાન્ચમાં આ ચલણી નોટો બદલાવા ઇચ્છતી હશે એમાં ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવો રજુ કરવો પડશે.