7 Feb 2019

મનુસ્મૃતિ

ભારત દેશને વર્ષો સુધી પાંગળો રાખવાનું કામ વર્ણવ્યવસ્થાએ કરેલ છે. કર્મ આધારે પાડેલી આ વ્યવસ્થામાં ૪ વર્ણ – બ્રાહ્મણ, ક્ષત્રીય,વૈશ્ય, શુદ્ર નો સમાવેશ થતો હતો. પણ બાદમાં આ વ્યવસ્થા ચુસ્ત બની અને કર્મના બદલે જન્મ આધારિત બની અને સમાજમાં હહાહાકાર મચાવી દીધો. સૌથી વધુ ખરાબ હાલત તો શુદ્રોની કરી.

આ બધાને પોષવાનું કામ “ મનુસ્મૃતિ” એ કરેલ છે. આ એક એવી ભ્રષ્ટ બૂક છે કે જેના આધારે આખો હિંદુ સમાજ ચાલતો હતો. આ બૂકમાં સમાજ કેમ ચલાવવો, દરેક વર્ણ એ કેવી રીતે રેવું? , શું ખાવું ? શું પીવું ? કોની સાથે લગ્ન કરવા ? કેમ યજ્ઞ કરવો ? કોને ગુલામ બનાવવા ? કોને કેટલો દંડ દેવો ? કને શિક્ષણ આપવું ? ક્યાં વર્ણ એ કેમ બોલવું ?  ક્યા પશુની હિંસાથી કેટલું પુણ્ય મળે ? તેવી જાત જાત ની હજારો ફાલતુ વાતો કરી છે. ને પંડિતો આને આપના ધર્મ નો સમાજ નો મોટો આધાર માને છે. ડૂબી જવું જોઈએ એ લોકોએ શરમથી,  કે આને એ ધર્મ કહેવડાવે છે. આ ધર્મ નહિ આ અધર્મનું મૂળ છે. તમે સમાજ ને આ બૂક્નો આધાર અઆપી લુંટતા રહ્યા, ને સોનાની ચીડિયા વાળા ભારતને ભિખારીની ચીડિયા બનાવી દીધું.

 તમે આ આખી બૂક વાંચો તો ખબર પડે કે આ છે શું?? આટલી હદે પક્ષપાત.?? આવું કોઈ ભગવાન તો નાં જ કરે. ને લોકોએ “મનુ” ને ભગવાન તરીકે ચીતરીને શાસ્ત્રોમાં આવું કહ્યું છે એમ કરીને કોઈ જ અન્યાય કરવામાં બાકી નથી રાખ્યું. સ્ત્રી અને શુદ્રો ને તો મનુસ્મૃતિ એ સાવ તુચ્છ કહી દીધા છે અને બ્રાહ્મણોને પૃથ્વી પર સૌથી મહાન.

👉મનુસ્મૃતિ

નાં થોડા શ્લોક જોઈએ

👉વ્યભિચાર ( સ્ત્રી સાથે અયાશી ) જો બ્રાહ્મણ કરે તો તેનું માત્ર માથું મુડાવી નાખવું પણ અન્ય કોઈ વર્ણનાં કરે તો તેને દેહાંત દંડ ની સજા કરાવી.
👉માછલીના માંસ થી ૨ મહિના, હરણના માંસ થી ૩ મહિના, ઘેટાના માંસ થી ૪ મહિના, પક્ષીના માંસ થી ૫ મહિના, બકરાના માંસ થી ૬ મહિના, મૃગ નાં માંસ થી ૮ મહિના, સસલાં અને કાચબાનાં માંસથી ૧૧ માસ સુધી પિતૃઓને તૃપ્તિ રહે છે.
👉યજ્ઞ માટે માંસ ખાવું એ દેવ વિધિ છે. બ્રહ્મા એ પશુઓને યજ્ઞ માટે જ સર્જ્યા છે. આથી આ વધ વધ નથી. આ પશુઓ ઉતમ ગતિ પામે છે.

ભરત પારેગી (માહી)